રિપોર્ટર :દિપક જોશી ગીર સોમનાથ .
ગિર ગઢડા ૧૦૮ ના કર્મચારીએ ૧ બાળક ને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી જીવ બચાવી ઉતમ કામગીરી કરી
ગિર સોમનાથ જિલ્લા ના ગિર ગઢડા તાલુકાના સણોસરી ગામના એક સગર્ભા મહિલા કિંજલબેન અજયભાઈ ની પ્રસુતિ ગિર ગઢડા સરકારી દવાખાને થયેલી પરંતુ તે બાળક ને શ્વાસ લેવામા તકલીફ થતા ગિર ગઢડા ૧૦૮ એમ્બ્યુલન્સ ને ફોન ત્યા ફરજ પરના ડૉ.મયુર ચાવડા એ ફોન કરેલ ૧૦૮ એમ્બ્યુલન્સ ફરજ પર હાજર કર્મચારી ઈએમટી.જગદિશ મકવાણા અને પાયલોટ ભરત બારડ ઘટના સ્થળે પહોંચ્યા ત્યા જે બાળક નો જન્મ થયો હતો. તેમને સ્વાસ લેવામા ખુબજ તકલીફ હતી અને હોસ્પિટલ જતી વેળા રસ્તામા તે બાળક નુ હ્દય ધબકતુ અચાનક ધબકતુ બંધ થતા ૧૦૮ ના ઈએમટી.જગદીશ મકવાણા ની આવડત અને ૧૦૮ હેડ ઓફિસ ના ડૉક્ટર ની સલાહ મુજબ તે બાળક ને જરુરી કૃત્રિમ સ્વાસ આપી ઓક્સિજન આપી ઇંજેક્શન અને જરુરી સારવાર આપી બંધ પડી ગયેલા હ્દય ને ફરી જીવીત કરી તે બાળક નો જીવ બચાવવામા આવ્યો હતો. અને તે બાળક ને વધુ સારવાર માટે ઊના ખાનગી હોસ્પિટલ મુકવામા આવ્યા હતુ. બાળક નો જીવ બચાવવા થી તેમના સગા સંબંધીઓ અને ખાનગી હોસ્પિટલ ના ડો.રજનીકાંત જાલોંદરા એ ૧૦૮ ના કર્મચારી નો આભાર માન્યો હતો જિલ્લાના ઉચ્ચ અધિકારી જયેશ કારેના અને યુવરાજસિંહ ઝાલા દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યું હતું.