રાષ્ટ્રિય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા રેલ રોકવા જતા જીલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારોની રેલ્વે પોલીસ દ્વારા ઘરપકડ કરાઈ.

Sabarkantha

રિપોર્ટર :શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા

પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક સરકાર આંદોલનને કચડીના શક્તા ખેડૂતોને કચડી નાખ્યા છે.જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા ભારત સરકાર દ્વારા જયારથી ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા છે.ત્યાર થી દેશમાં ખેડૂતો આક્રમક બની દિલ્હીની બોર્ડર ઉપર આંદોલન કરી રહ્યા છે.પરંતુ સરકાર ખેડૂતોનું આંદોલનને કચડી ન શકી એટલે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર કુપુત્ર દ્વારા શાંતી પુર્ણ રીતે આદોલન કરી રહેલા ખેડૂતો ઉપર લખીમપુર ઉત્તર પ્રદેશ ખાતે ગાડી ફેરવી અડફેટે લઇ ૮ ખેડૂતો ને મોતને ઘાટ ઉતારી શહીદ કર્યા છે.તેથી સરકાર દ્વારા આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી મિશ્રાના પુત્ર સાથે કાયદેસરની કાર્યવાહી ન કરતાં સુપ્રીમ કોર્ટે આદેશ ટીપણી કરતા ગુનો નોંધી આરોપીને ઘરપકડ કરવામાં આવી છે. અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી દ્વારા રાજીનામું ન આપતા સંયુક્ત કિસાન મોરચા દિલ્હીના આદેશ અનુસાર તા.૧૮।૧૦।૨૦૨૧ ના રોજ રેલ રોકો આદોલન કરવાનો આદેશ હોઈ ,,રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા ધાનેરા ખાતે રેલ્વે સ્ટેશન ઉપર જઈ રેલ્વે રોકવા જતા રેલ્વે પોલીસ દ્વારા પ્રદેશ ઉપપ્રમુખ કાળુભાઇ તરક, જીલ્લા પ્રમુખ વી.કે.કાગ, જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા,જીલ્લા મંત્રી ઉદેસીહ વાઘેલા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા, તાલુકા મહામંત્રી નવાભાઈ મુંજી, તાલુકા ઉપ પ્રમુખ દીપાભાઇ રબારી વગેરે સાથે મળી રેલ્વે રોકવા જતા ઘરપકડ કરવામાં આવી છે. વધુંમાં પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ જણાવે છે, કે સરકાર અમારીથી ડરે છે.તેથી પોલીસને આગળ કરી શાંતિ પૂર્ણ રીતે આદોલન કરવા દેતી નથી. અને ખેડૂતના આગેવાનોને વારંવાર અટકાયત કરી રહી છે.પરંતુ અમો સરકાર અને પોલીસથી ડરવાના નથી ડબલ તાકાત થી ખેડૂતો માટે કામ કરતા રહીશું.અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાના કામ કરતા રહીશું.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *