નર્મદા LCB ની મોટી સફળતા, અમલેથા પાસે થયેલી લૂંટ ના આરોપીઓ ને ગણત્રીના કલાકોમાં ઝડપી મુદ્દામાલ રિકવર કર્યો..

Narmada

બ્યુરો ચીફ અંકુર ઋષિ રાજપીપળા

આમલેથાના સણદરા ગામે મહિલા પાસેથી રૂ. ૧.૫૨ લાખ ની લૂંટ થઈ હતી. જે રકમ સહિત મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ને ઝડપી પડયા.
આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૧૫/૧૦/૨૦૨૧ના બપોરે સણદરા ગામથી આમલેથા જવાના રસ્તા ઉપર ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમા કામ કરતા ફરીયાદી બહેનની એક્ટીવાને કોઇ અજાણ્યા ઇસમોએ આંતરી રોકડા રૂપિયા ૧,૫૪,૮૪૮ /- તથા એક ટેબલેટની લૂંટ કરી ફરીયાદીને માર મારી નાસી ગયા હતા. જે અનુસંધાને આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
આ ગુનાની તાપસ સંદર્ભે એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ એલ.સી.બી પોલીસ સ્ટાફના પોલીસ માણસોને હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેક્નીકલ સર્વેલન્સ આધારે બાતમી હકિકત મળી હતી. કે સદર ગુનાના કામે આરોપીની શોધખોળ ત્વરીત એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા કરતાં સદર આરોપીની મોટર સાયકલ પ્રતાપનગર ગામ પાસે આવી ખેતરમાં મળી આવતાં સદર આરોપીની તપાસ ખેતરોમાં કરતા આ કામના આરોપી સાથે મળી આવતા તમામને ઝડપી તેઓની પાસે ગુનાના કામે રોકડા રૂપિયા ૧,૫૨,૨૦૦/- મળી આવતાં આ મુદ્દામાલ વિશે પુછપરછ કરતા તેઓએ આ ગુનાના કામે ફરીયાદી જશોદાબેન તે જયેશભાઇ પરમારની અવર-જવરની રેકી કરી ફરીયાદી સણદરા ગામેથી બેંકના લોનના હપ્તા મેળવી પરત રાજપીપળા આવવાના રસ્તા પર જુનાઘાંટા ત્રણ રસ્તા પર પહોંચ્યા તે વખતે મોટર સાયકલ સાઇડમા સંતાડી ઉપરોક્ત ત્રણેવે ફરીયાદીને આંતરી દઇ લાકડાના સપાટા કપાળના ભાગે તથા હાથના ભાગે મુઢ માર મારી લૂંટ કરી હોવાની કબુલાત કરતા અને આ સમગ્ર લૂંટનું કાવતરૂ કાંતિભાઇ દાવનજીભાઇ વસાવાનાઓએ કરી હોવાની કબુલાત કરતાં ગુનાના કામે તમામ આરોપીઓને ઝડપી લૂંટમાં ગયેલી રોકડ રકમ રૂ. ૧,૫૨,૨૦૦/- તથા લુંટ કરી ભાગતા સમયે રસ્તામા ફેકી દીધેલા ટેબલેટ તેમજ ગુનાના કામે વપરાયેલ નંબર પ્લેટ વગરની હીરો એચ-એફ ડીલક્ષ મોટર સાયકલ રીકવર કરી આમલેથા પો.સ્ટે.ને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *