મહીસાગર જિલ્લા લુણાવાડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં 16 વર્ષની સગીરા પર ચાર નરાધમો દ્વારા દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો 16 વર્ષની સગીરા ઘરની બાજુમાં આવેલા ખેતરમાં વાસીદું નાખી પરત જતી હતી એ સમયે મકાઈના ખેતર પાસે આરોપીઓએ એકદમ પકડી મોઢા ઉપર હાથ દબાવી નજીકના મકાઈના ખેતરમાં લઈ જઈ જબરજસ્તી કરી કપડાં ઉતારી મરજી વિરુદ્ધ ચારે આરોપીઓએ વારફરથી બળાત્કાર ગુજાર્યો હતો. અને આ વાત જો તું કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જયારે સગીરા ઘરે પોહચતાં તેના ભાઈએ પૂછ્યું કે એટલું મોડું કેમ થયું ત્યારે સગીરા દ્વારા સમગ્ર ઘટના જણાવતા ચાર આરોપીઓ વિરુદ્ધ લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધી મહીસાગર પોલીસે ચારેય ઇસમોની અટકાયત કરી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચારે આરોપીને પોલીસની દેખ રેખમાં લુણાવાડા બ્રાઇટ સ્કૂલ ખાતે કોરોન્ટાઈન કરવામાં આવેલ છે જેમનો કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે
Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 G Samachar News Chanel Krishna GTPL NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો