વાળા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત કરાયું હતું. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે પટેલ સમાજ દ્વારા ગુજરાતમાં શિક્ષણને લઈને ખૂબ કામ કરવામાં આવ્યું છે. આ શિક્ષણધામ હોસ્ટેલ પણ આવનારા સમયમાં લોકોને ખૂબ મદદગાર બનશે. તેમજ રાષ્ટ્રને આ હોસ્ટેલથી ખૂબ લાભ થશે.હોસ્ટેલમાં ન રહેતા હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા આ હોસ્ટેલમાં વાંચનાલયનું નિર્માણ કરાશે, જે 24X7 ખુલ્લું રહશે, જેમાં દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.
પુસ્તકાલય, ઈ-લાઇબ્રેરી : પુસ્તકાલયમાં જનરલ નોલેજ સહિતનાં પુસ્તકોનો સંગ્રહ હશે. કોઈપણ વ્યક્તિ બહારથી પણ વાચન કરી શકે એ માટે ઈ-લાઈબ્રેરી તૈયાર કરાશે.
આ પ્રસંગે મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં ભરપેટ વખાણ કરતાં કહ્યું, કે ખૂબ મહેનતું છે. અને કામ પાક્કું કરે છે. તથા સુરતમાંથી શરૂ થયેલા બેટી બચાવના જે-તે વખતના અભિયાનને પણ યાદ કર્યું હતું.વડાપ્રધાને પોતાના પ્રવચનમાં 1919માં છગનભાઈએ કડીમાં શરૂ કરેલા સર્વ વિદ્યાલયની વાત કરવાની સાથે સાથે ભીખાભાઈ પટેલ, ભાઈકાકા, મોહન લાલજી પટેલ, વીરજી પટેલ, નગીન પટેલ, સાકળચંદ પટેલ, ગણપત પટેલ સહિતના શિક્ષણક્ષેત્રમાં આગવું કામ કરનારા તમામને યાદ કરીને પટેલ મહાનુભાવોએ ગુજરાતના શિક્ષણમાં આપેલા પ્રદાનને યાદ કર્યું હતું