રિપોર્ટર :-સુરેશ રાણા,બનાસકાંઠા
અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામે આઠમા નોરતે ખેલૈયાઓ મન મુકીને નોરતાની રમઝટ જમાવી…
સરકાર દ્વારા શેરી ગરબાની મંજૂરી આપતા રાજ્ય ભરમાં નવરાત્રિની રમઝટ જોવા મળી રહી છે. જ્યારે અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામે પણ નવરાત્રીના આઠમે નોરતે ખેલૈયાઓ મન મુકીને જુમી ઉઠ્યા હતા.કોરોના મહામારીને કારણે ગત વર્ષ નવરાત્રી થઈ શકી ન હતી..પરંતુ ચાલુ વર્ષમાં ગાઈડ લાઇન અનુસાર શેરી ગરબાનું આયોજન કરવા માટે સરકાર દ્વારા મંજૂરી આપતા ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા.જ્યારે અમીરગઢના જુનિરોહ ગામે એક અલગ જ રીતે નવરાત્રી યોજાઈ હતી.દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ના આઠમે નોરતે બેડામાં દીપ પ્રગટાવી બહેનોએ બેડા સાથે નવરાત્રીમાં અનેરા ભક્તિના આનંદ સાથે જુમી ઉઠયા હતા.