કેશોદ શહેરમાં મચ્છરજન્ય રોગથી મહેશ નગરના રહેવાસીઓ પરેશાન તંત્ર મૌન.

Junagadh

રિપોર્ટર ;ગોવિંદ હડિયા કેશોદ

વરસાદી ભરાયેલા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ થતાં રોગચાળો ફેલાયો નગર પાલિકા સદસ્યને રજુઆત કરવા છતાં ધ્યાન દેવામાં ન આવતા સ્થાનીકોમાં રોષ
ઘટતી કાર્યવાહી કરવાની માંગ.
ચોમાસાના અંતમાં પણ વરસાદી માહોલ સર્જાતા લાંબા સમયથી શહેરના અનેક વિસ્તારોમાં પાણીના ખાડોઓ ભરાયેલા રહેતા તેમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે. જેના કારણે રોગચાળાનો લોકો ભોગ બની રહયા છે. ઘણા દિવસોથી શરદી ઉધરસ તાવ ડેંગ્યુ કોરોના સહીતના કેસો જોવા મળી રહયા છે. સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.
કેશોદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા મચ્છરજન્ય રોગથી પીડાઈ રહયા છે. ત્યારે કેશોદના મહેશ નગરમાં ભરાયેલા પાણીમાં મચ્છરો જોવા મળે છે. જે બાબતે નગર પાલિકા સદસ્યને રજુઆત કરવામાં આવી હતી. તો તેમને જણાવ્યું હતું , કે ખાનગી પ્લોટ હોય અમારી જવાબદારી ન આવે તેવુ સ્થાનીક રહેવાસીએ જણાવ્યું હતું ત્યારે શું રોગચાળો બાબતે ખાનગી સાર્વજનિક કે વોર્ડનો મુદો છોડીને રોગચાળો ફેલાતો અટકે તેવા પ્રયાસો કરવા જોઈએ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *