રિપોર્ટર:- વિમલ પંચાલ નસવાડી
અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક “મા” શક્તિની આરાધના કરવામાં તરબર થઈ ગયેલા ઉત્સવપ્રિય કવાંટ નગરીના નગરજનોએ આજે બુધવારે શ્રદ્ધાપૂર્વક આઠમની ઉજવણી કરી હતી. વિવિધ ધાર્મિક કાર્યક્રમોની રમઝટ વચ્ચે નગરના અંબે માતાજીના મંદિરે અને મહાકાળી માતાજીના મંદિરે બિરાજમાન ગઢ ભવાની માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ અને હવન કર્યો હતો. અને કવાટ પંચાલ ફળિયામાં નટખટ બાળ ગરબાના આયોજકો દ્વારા મહા આરતી છેલ્લા 15 વર્ષથી આયોજકો દ્વારા “”મા અંબાની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ૫૬ ભોગ ડોક્ટર અવિનાશ ભાઈ પંડ્યા તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો..