રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી
બાબરકોટ ગામે દર વર્ષે નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વિવિધતામાં એકતા ગ્રુપ અને બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા વિધાર્થીઓનું સન્માન કરવામાં આવે છે.જેમાં ગામના તમામ કક્ષાએ અભ્યાસ વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે. જેમાં ધોરણ એક થી ધોરણ બાર સુધીના તમામ વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા..તેમજ કોલેજ, ડિપ્લોમા, ડીગ્રી,નર્સિંગ,બી.એસ.સી. ,આઈ.ટી.આઈ. , સાયન્સ, તદુપરાંત ગામના વિવિધ વિભાગોમાં સેવા આપી રહેલા ગામના નાગરિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સન્માન સમારોહમા બાબરકોટના કુલ પાંત્રીસ જેટલા એસ.આર.ડી. ,ગામના પોલીસ જવાનો, એસ.આર.પી. જવાનોને ગામમાં ખૂબ જ સારી સેવા આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.બાબરકોટ ગામના આ કાર્યક્રમની વિશેષતા એ છે કે બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા ગામના ધોરણ દસ માં એસ.એસ.સી. બોર્ડમાં 70 ટકા થી વધારે માર્ક્સ મેળવનાર ગામના તમામ વિધાર્થીઓને ૫૦૦૦ પાંચ હજાર રૂપિયા ઇનામ આપી દર વર્ષે સન્માનિત કરવામાં આવે છે…
વિધાર્થી સન્માન સમારોહમાં બાબરકોટ ગામના આશરે ત્રણ હજાર થી વધુ લોકોએ હાજરી આપી હતી.સન્માન સમારોહનું સંચાલન ગામના સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં સરપંચ દ્વારા જણાવ્યું હતું કે જીવનનું ચણતર એટલે ભણતર છે.તેમજ ગામના પાયાનું ઘડતર એટલે ભણતર છે. ભણતર દ્વારા ગામનો સર્વાંગી વિકાસ કરી શકાય છે.
સન્માન સમારોહ ની સાથે સાથે ગામની નાની બાળાઓ દ્વારા રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું…જેમાં ગામની એંશી થી વધારે બાળાઓ જોડાઈ હતી.કાર્યક્રમમા પૂર્વ ધારા સભ્ય હીરાભાઈ સોલંકી, ચેતનભાઈ શિયાળ,કરશનભાઇ ભીલ,કરશન ભાઈ પરમાર અમરેલી જિલ્લાના કિશન સંઘના ઉપપ્રમુખ બાલુભાઈ નનાભાઈ સાંખટ, ઉપસરપંચ હેતલબેન પ્રવિણભાઈ બાંભણીયા, સભ્ય બીજલભાઈ ભવનભાઈ સાંખટ, હરેશભાઇ મકવાણા, અરજણ ભાઈ સાંખટ, કનુભાઈ સાંખટ એ વિશેષ હાજરી આપી હતી…