રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
ભર બપોરે હોસ્પીટલમાં અચાનક આગ લગતા ભાગ દોડ મચી હતી.
હોસ્પીટલમાં આગ લાગી હોવના સમાચાર ઈડર ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોચ્યું.
ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હોસ્પીટલમાં દાખલ દર્દીને બીજી હોસ્પીટલમાં રિફર કરાયા..
હોસ્પીટલમાં આગ લાગતાં ઇડર પી.એસ.આઇ સહિતનો પોલિસ કાફલો લાઇફલાઇન હોસ્પીટલ ખાતે દોડી આવ્યો..
હોસ્પીટલમાં કોઇ ઘટના સર્જાય તો કેવી રિતે પહોંચાય તેને ધ્યાનમાં રાખી યોજાઈ મોર્કડીલ..
મોર્કડિલ ને લઈ અચાનક હૉસ્પિટલ ખાતે ફાયર બ્રિગેડ ની ટીમ અને પોલિસનો કાફલો દોડી આવતાં લોકો નાં જીવ તાળવે ચોંટયા..
હૉસ્પિટલમાં કોઇ આગ નહિ પરંતુ તંત્ર દ્વારા એક મોર્કડિલ યોજાઈ હોવાનુ બહાર આવતા લોકોએ રાહત અનુભવી.