કેશોદ ડે. કલેકટરને જુદા જુદા સંગઠનોએ આવેદનપત્ર આપ્યું.

Junagadh

રિપોર્ટર ;ગોવિંદ હડિયા કેશોદ

કેશોદના દુર્ગાવાહીની પ્રમુખ અને મહીલા પત્રકાર ઉપર થયેલા હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી વિહિપ દુર્ગાવાહીની માતૃ શકિત કોળી સમાજ અને કેશોદ પ્રેસ કલબના પ્રિન્ટ ઈલેક્ટ્રોનિક મીડીયા પત્રકારો દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યુ.કેશોદ શહેરમાં આવારા માથાભારે તત્વો દ્વારા અવાર નવાર જાહેર બજારોમાં માથકુટ કરી શહેરમાં ભયનું વાતાવરણ ફેલાવે છે. ત્યારે ગઈકાલે દુર્ગાવાહીની પ્રમુખ અને મહીલા પત્રકાર શોભના બાલસ ઉપર શાકભાજી વેચતા આવારા માથાભારે સખ્સે હુમલો કર્યો હતો. જે બનાવ બાબતે કેશોદ પ્રેસ કલબ પ્રિન્ટ ઈલેક્ટ્રોનિક મીડીયા પત્રકારો દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપી માંગણી કરી હતી. કે મહીલા પત્રકાર ઉપર હુમલો કરનારને જાહેરમાં સરભરા કરવામાં આવે જેથી ચોથી જાગીર ઉપર હુમલો કરતા પહેલા માથાભારે તત્વોએ વિચારવું પડે અને જો પત્રકારોની માંગ તાત્કાલિક પુરી નહી થાય તો તંત્ર દ્વારા દેખાવો પ્રદર્શન જરૂર જણાશે તો આંદોલન કરવામાં આવશે. તેવી પત્રકારોએ ચિમકી ઉચ્ચારી છે. દુર્ગાવાહીની પ્રમુખ અને મહીલા પત્રકાર ઉપર થયેલા હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહીની માતૃ શકિત કોળી સમાજ સહીતે પણ કેશોદ ડે. કલેકટરને આવેદનપત્ર આપી માંગણી કરી હતી કે આવારા તત્વો શહેરમાં ખુલ્લેઆમ હથીયારો સાથે રખડતા હોય છે.શહેરમાં શાંતી હડોળવાનો પ્રયાસ કરતા હોય છે. એવા આવારા માથાભારે તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.અગાઉ પણ આવારા તત્વોના ત્રાસથી વેપારીઓ ત્રાહીમામ થતા કેશોદ બંધનું એલાન થયું હતુ. ત્યારે હાલમાં કેશોદમાં આવારા તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *