રાજકોટ શહેરનો વિકાસ થાય તે માટે અનેક વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. જે કામો હાલ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. ગોંડલ ચોકડીએ ડાયવર્ઝનને લઇને એસટી ડિવીઝને 8 અને 12 રૂપિયાનો ટિકિટમાં ભાવ વધારો ઝીંક્યો છે. આથી આજે કોંગ્રેસ દ્વારા એસટી બસપોર્ટમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી સહિત કાર્યકરો એસટી બસ અને પોલીસની ગાડી આડે બેસી જઇ રામધૂન બોલાવી હતી. તેમજ રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ આજે ધીમી ગતિએ ચાલતા કામોની ફરિયાદ મુખ્યમંત્રીને કરવા જઈ રહ્યા હોવાનું મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે.તેમજ એસટી બસપોર્ટના મેનેજરને રમકડાની બસ અને ખોટા રૂપિયા આપ્યા હતા. આથી પોલીસે તમામની અટકાયત કરી હતી. ભાનુબેન સોરાણીએ આક્ષેપ કર્યો હતો કે, પૂર્વ CM રૂપાણીએ ફક્ત કામો જ મંજૂર કર્યા પરંતુ આ કામો પૂર્ણ કરવામાં ઉદાસીનતા દાખવી છે.રાજકોટ શહેરના તમામ બ્રિજ જેવા કે ગોંડલ ચોકડી બ્રિજ, જડ્ડુસ બ્રિજ, કે.કે.વી. ચોક બ્રિજ, નાના મોવા ચોકડી બ્રિજ, લક્ષ્મીનગર અન્ડરપાસ, રામાપીર ચોકડી બ્રિજ, માધાપર બ્રિજ, સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ આમ કુલ આઠ અન્ડરબ્રિજ અને ઓવર બ્રિજના કામો હાલ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે. જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફક્ત કામો જ મંજૂર કરાવ્યા છે. પણ તંત્ર એ કામો પૂર્ણ કરવા ઉદાસીનતા દાખવી છે. ત્યારે શહેરમાં ટ્રાફિક સમસ્યા તંત્રની અણઆવડતને હિસાબે રાજકોટની પ્રજાને હેરાનગતિ અને હાલાકી ભોગવવી પડી રહી છે.
Home > Saurashtra > Rajkot > અનોખો વિરોધ:રાજકોટ બસપોર્ટમાં કોંગ્રેસે પોલીસની ગાડી આગળ બેસી રામધૂન બોલાવી..