નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે મેલડી માતાજીના મઢે દાંડિયા રાસ ગરબાનું તેમજ ડાન્સનુ આયોજન કરવામાં આવ્યું હતું..

Amreli

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી

નવરાત્રીના છઠ્ઠા નોરતે વડલીયા વાળા ભૂતડા દાદા ગ્રુપ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.. જેમાં 70 થી વધુ બાળાઓએ ભાગ લીધો હતો…રાસ ગરબામાં ભાગ લેનાર તમામ બાળાઓને વડલીયા વાળા ભૂતડા દાદા ગ્રુપ તરફથી તમામ બાળાઓને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બાબરકોટ ગામ મેલડી માતાજીના મઢે ભવ્ય આયોજનથી બાબરકોટ ગામમાં ડીજે ની તાલે ખેલાયાઓ જૂમી ઉઠયા હતા. અને નાની બાળાઓ અલગ અલગ કલામાં ડાન્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને લોકો દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી.
આયોજન દરમ્યાન કુટુંબના મોભી છનાભાઈ રામભાઈ સાંખટ ,મઢના ભવાતાશ્રી રાજુભાઇ અરજણભાઈ સાંખટ,સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ, ભાણાભાઈ સાંખટ, હમીરભાઈ સાંખટ , ભરતભાઈ દાદુભાઈ સાંખટ, મુકેશભાઈ સાંખટ, નાજાભાઈ સાંખટ , ભરત ભાઈ ફકીરભાઈ સાંખટ, અસ્વીન ભાઈ સાંખટ , સાવજભાઈ ,રાજુ ભાઈ, પંકજભાઈ,છગનભાઇ , વગેરે બહોળી સંખ્યામાં કુટુંબ પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ પત્રકાર ભૂપત સાંખટ વગેરે ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને ગરબા તેમજ અલગ અલગ કલામાં ડાન્સ ની મોજ માણી હતી. નાની બાળાઓને સિલ્ડ દ્વારા સન્માન થી વધાવવામાં આવી હતી.