રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
માંગરોમા અજાણ્યા યુવકની લાશ કુવામાંથી મળી, માંગરોળના લાલા બાગ વિસ્તાર પાસે કેનાલ પાછળ ખેડુતના કુવામાંથી અજાણ્યા પુરૂષની લાશ કોહવાયેલ હાલતમાં મળી, દાઉદ મમદ પારેખની વાડીના કુવામાં કોઈ ની લાશ પડી હોવાની જાણ થતાં પ્રથમ માંગરોળ પોલીશને જાણ કરી ત્યારે બાદ માંગરોળ મરીન પોલીસને જાણ કરી લાશને બહાર કાઢવા માટે પાલિકાના સ્ટાફ ને બોલાવવામાં આવ્યો હતો, માંગરોળ પાલીકાના ઈબ્રાહિમ ભાઈ કાપા, અબ્દુલ ભાઈ ભાટા, રામભાઈ, સહીતના એ લાશ બહાર કાઢી હતી મરીન પોલીસે દ્વારા તપાસહાથ ધરી છે, પ્રારંભીક માહીતી પ્રમાણે પર પ્રાતિય ખલાસી વ્યક્તિ હોવાનું અનુમાન છે, હાલ લાશને માંગરોળ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાઇ. પોલીસ દ્વારા વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.