રિપોર્ટર :દિપક જોશી ગીર સોમનાથ
તારીખ 10/10/21 કોડીનાર તાલુકા ના મુલદ્વારકા ખાતે* ગીર સોમનાથ જિલ્લા ભાજપ કિશાન મોરચા દ્વારા સ્વચ્છતા અભિયાન ના ભાગ રૂપે ત્યાં દરિયાના વિસ્તારમાં સ્વચ્છતા કરી હતી. તેમજ સુન્ની મુસ્લિમ મસિયારા જમાત નવનિયુક્ત પ્રમુખનુ સન્માન તથા તેમની પુરી ટીમ કાસમ ભાઈ જાફર ભાઇ ઢોકી નું ફૂલહાર તથા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ગીર સોમનાથ જિલ્લા ભાજપ કિશાન મોરચા પ્રમુખ ધીરુ ભાઈ ખોખર તેમજ ગીરસોમનાથ જિલ્લા ભાજપ કિશાન મોરચા મહામંત્રી પ્રતાપ સિંહ બારડ મહામંત્રી ભરત ભાઇ મોરચાના જિલ્લા કિસાન મોરચા ઉપ પ્રમુખ મનોહર સિંહ મોરી કોડીનાર તાલુકા કિશાન મોરચા પ્રમુખ અરજન ભાઈ ગાધે અલીદર સુરપાલસિંહ વંશ જયેશ ભાઈ મોરી તેમજ ભાજપ કાર્યકરો તેમજ જોડાયેલા અને આ તકે નવ નિયુક્ત સુન્ની મુસ્લિમ સમાજ પ્રમુખ ને સમાજમાં બાકી હોય તે બધા ભાઈ બહેનો *વેક્સીન લેવા વિનંતી કરી હતી. ગામના સરપંચ તથા *P.H.C. ડોકટર પઢિયાર હાજર હતા. લોકો ને વેકસીન લેવા અપીલ કરેલ અને બધા સ્વચ્છતા અભિયાનમાં જોડાયા તેવી પ્રતાપ સિંહ બારડ ની યાદી જણાવે છે.
રિપોર્ટર :દિપક જોશી ગીર સોમનાથ