રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ
.માતાજીના મંદિરોમાં માતાજીને સોળે કળાએ શણગાર સજાવવામાં આવી રહયો છે. નવલી નોરતાની રાત્રે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહયા છે.શહેરા નગર અને તાલુકામાં નવરાત્રીની રંગત જામી છે. નગરમાં મહાલક્ષ્મી મંદિર, મેઇન બજાર, મારૂતિ ટિમ્બર , શિવમ સોસાયટી, તેમજ નાંદરવા ખાતે દશા માઁ ના મંદિર સહિત અનેક સ્થળે ગરબાની રમઝટ જામતી હોય છે. ખેલૈયાઓ પણ સંગીતના તાલે અને માના ગરબા સાથે મનમોહક સુર વચ્ચે ગરબે ઘૂમી રહ્યા છે.જ્યારે મહાલક્ષ્મી મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ પ્રાચીન ગરબાની રમઝટ જામતી હોય છે.અને મહાલક્ષ્મી માતાજી ને સોળે કળાએ શણગાર પણ સજાવવામાં આવી રહયો છે. અહીં મંદિર ખાતે આવતા માઇભકતો મંદિરમાં બિરાજમાન રાજ રાજેશ્વરી મહાલક્ષ્મી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોવા સાથે ગરબા પણ રમતા હોય છે. ગરબા આયોજકો દ્વારા લોહણી તેમજ નાસ્તાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવતી હોય છે.નવરાત્રી પર્વને લઈને નગર અને તાલુકામાં આવેલા માતાજીના મંદિરો રોશનીથી શણગારવામાં આવ્યા છે. માઈ ભક્તો માતાજીની ભક્તિમાં લીન થઇ જતા પંથકમાં વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યુ છે.શહેરામા આવેલા પૌરાણિક મહાલક્ષ્મી મંદિર ખાતે રાજ રાજેશ્વરીમાં મહાલક્ષ્મી માતાજી ને સોળે કળાએ શણગાર સજાવવામાં આવવા સાથે મંદિરના પટાંગણમાં ગરબાની રમઝટ જામતી હોય છે…