રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી
જાફરાબાદ તાલુકાના વરાશરૂપ ગામમાં ગામ સમસ્ત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું સાથે મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વરાશરૂપ ગામમાં ડીજે ની તાલે ખેલૈયાઓ જૂમી ઉઠયા હતા. અને નાની બાળાઓએ તેમજ ગ્રામ જનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. અને ગરબાની મોજ માણી હતી.
વરાશરૂપ ગામે ચોથે નોરતે વિશેષ હાજરી આપતા પત્રકાર ભૂપત સાંખટ,દીપુ ભાઈ ધુધળવાએ “માં” અંબા માની આરતી નો લાવો લીધો હતો.
તેમજ ગામના આગેવાનો,જેરામ ભાઈ સાવડા, ઉદ્દડભાઈ જાદવ,મોહન ભાઈ બારીયા,હકા ભાઈ ચોહાણ,લાલ ભાઈ સાંખટ,જીણાભાઇ ગુજરિયા,બાલાભાઈ ધાપા,રાવજી ભાઈ ભાલીયા, બાલુ ભાઈ બારીયા,વગેરે ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.