રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
આ સગીરા જ્યાં કામ કરવા જતી હતી તે વાડી માલિક ના ભત્રીજા અમીત ગૌસ્વામી બાવાજી એ પણ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું….દોઢેક વર્ષ દરમ્યાન ફરિયાદીને તેના ઘરેથી ખોરાસા ગામની સીમમાં તથા કેશોદ રાજધાની હોટલમાં લઇ જઇને ચાર વખત શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કર્યું હતું… તથા મુસ્તાક મુસા લાખા માળીયા હાટીના એ પણ ચારેક મહિના પહેલા ફરિયાદીનાં ઘરે તથા શેરીમાં આવલા નવા બનતા મકાનમાં ફરિયાદીનો એકલતાનો લાભ લઇ જબરજસ્તીથી તેની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી પોતાની વાસના સંતોષી હતી.તેમજ ભગવાનભાઇ ચુડાસમાં માળીયા હાટીના ના એ ગત..૦૭/૧૦/૨૦૨૧નાં રોજ ફરિયાદીને તેના ઘરેથી એકલતાનો લાભ લઇ પોતાના એક્ટીવા મોટર સાયકલ ઉપર જબરજસ્તીથી બેસાડી લઇ જઇ વેરાવળ સોમનાથ મુકામે લઇ જય ખોરાસા ગામે પટેલ ફાર્મ હાઉસમાં શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કર્યા હોવાની ફરિયાદ સગીરાએ નોંધાવી છે.
આમ, શાળાના શિક્ષકે છેડછાડ કર્યા બાદ અન્ય ત્રણ શખ્સોએ પોતાની વાસના સંતોષવા સગીરાનો ઉપયોગ કર્યો અને સગીરાના વાલીને આ અંગેની જાણ થતા સગીરા પાસે તમામ આરોપીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.