રીપોર્ટર:ભૂપત સાંખટ અમરેલી
રાજુલા શહેરમાં અખિલ ભારતીય કોળી સમાજ અમરેલીના પ્રમુખ કરણભાઈ બારૈયાના હાથે રીબીન કાપી ઓપનિંગ કરવામાં આવ્યુ હતું.
રાજુલા તાલુકાના સમસ્ત કોળી સમાજ સંગઠન અને કરણભાઈ પટેલ ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ઓફિસનુ આયોજન કરવામાં આવ્યું હતું .
જેમાં રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમા અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયા, અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા યુવા પ્રમુખ રમેશભાઈ પરમાર,જાફરાબાદ કોળી સમાજ પટેલ મનહરભાઈ બારૈયા, પત્રકાર એકતા સંગઠન અમરેલી જીલ્લા પ્રમુખ વિક્રમભાઈ સાખટ, રાજુલા તાલુકા કોળી સમાજ પ્રમુખ ગૌતમભાઈ ગુજરીયા, કોળી સેના પ્રમુખ રણછોડભાઈ મકવાણા,રાજુલા તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ જીલુભાઈ બારૈયા,આબલિયાળા તાલુકા પંચાયત સદસ્ય ભાવેશભાઈ જાદવ, તાલડા સરપંચ રમેશભાઈ જાદવ,રાજુલા હેપ્પી ગ્રુપ પ્રમુખ ભરતભાઈ બારૈયા, રાજુલા માંધાતા પ્રમુખ બિપીનભાઈ બાંભણિયા, કૈલાસભાઈ શિયાળ, પીપાવાવ સરપંચ પ્રતાપભાઈ ગુજરીયા, રાજુલા સંજયભાઈ બાભણિયા, તેમજ રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના સરપંચો અને આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
