દેશભરમાં કોરોના વાયરસની મહામારીને રોકવા માટે અમલમાં મુકવામાં આવેલા લોકડાઉનને પગલે કાલોલ તાલુકાના ઈંટોના ભઠ્ઠાઓ સહિત,કંપનીઓ માં કામ કરતા અનેક પરપ્રાંતીય શ્રમજીવીઓ પણ ફસાયેલા હતા રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતિયોને તેમના વતન મોકલી આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેના પગલે શ્રમીકોએ ઘરે જવા પ્રશાસનને રજૂઆત કરતા તેમને વતન જવાની પરવાનગી મળી હતી રોજગારી અર્થે કાલોલમાં સ્થાયી થયેલા ઉત્તરપ્રદેશના શ્રમજીવીઓને સ્પેશ્યલ ટ્રેન દ્વારા ગોધરા થી ઉત્તરપ્રદેશ ના કાસગંજ સુધી પહોંચાડવા ની વ્યવસ્થા કરવામાં આવેલ છે ત્યારે કાલોલ પંથકમાં ઇંટોના ભઠ્ઠા ઉપર તથા છૂટક મજૂરી કરી પેટિયું રડતા ૪૨૫ જેટલા શ્રમજીવીઓને કાલોલ મામલતદાર એકઠાં કરી તમામની આરોગ્ય ટીમ દ્વારા તાપસ કરી,તમામ ને સ્વ ખર્ચે રૂ ૫૯૫ ના દર ની ટિકિટ આપી સરકારી બસો દ્વારા સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગ ના નિયમોનું પાલન કરી ગોધરા રેલવે સ્ટેશન મુકામે છોડવામાં આવ્યા હતા
Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 G Samachar News Chanel Krishna GTPL NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો