કેશોદની રિધ્ધી સિધ્ધી ગૃપ ગરબી મંડળમાં રાજ્યકક્ષાના મંત્રી ઉપસ્થિત રહયા..

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

કેશોદની બરસાના સોસાયટીમાં રિધ્ધી સિધ્ધી ગૃપ ગરબી મંડળના આયોજનમાં બીજા નોરતે પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ ભાજપના હોદેદારો નગર પાલિકા હોદેદારો સહીત ઉપસ્થિત રહયા..
કોરોના મહામારીના કારણે જાહેર ગરીબોને મંજુરી ન મળતા શેરી ગરબીઓને સરકારના નિયમોનુસાર મંજુરી આપવામાં આવી છે. ત્યારે કેશોદમાં અનેક જગ્યાએ શેરી ગરબીનું આયોજન થયુ છે.એક બાજુ કોરોનાના ડરથી બીજી તરફ વરસાદી માહોલથી શહેર તાલુકાભરમાં શેરી ગરબીઓમાં લોકો સ્વેચ્છિક જવાનુ ટાળે છે. જેથી ક્યાય ગરબીઓમાં લોકોની ભીડ જોવા મળતી નથી. માં આધ્ય શકિતની આરાધનાનું પર્વ નવલા નોરતામાં માતાજીની આરતી બાદ એકાદ કલાક બાળાઓ ગરબે રમી પુર્ણાહુતી કરવામાં આવે છે.
કેશોદની બરસાના સોસાયટીમાં રિધ્ધી સિધ્ધી ગૃપ ગરબી મંડળના આયોજનમાં બીજા નોરતે કેશોદ ધારાસભ્ય અને પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ ગિરીરાજ સિંહ રાયજાદા
ભાજપના હોદેદારો નગર પાલિકા હોદેદારો સહીત ઉપસ્થિત રહયા હતા.
બરસાના સોસાયટીમાં રિધ્ધી સિધ્ધી ગૃપ ગરબી મંડળમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્ય કક્ષાના મંત્રીનું સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *