રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
ઇડર તાલુકાના સાંબલી ગામે ડુંગર ઉપર આવેલા મહાકાલી મંદિર ખૂબજ પ્રખ્યાત છે. દિવસે ને દિવસે મંદિર પ્રસિદ્ધિ પામી રહ્યું છે તેમજ ભાવિક ભક્તો પણ મોટી સંખ્યામાં દશૅનાથૅ આવતા હોય છે. કુદરતી સોદયૅ સાથે ઉંચા ડુંગરની અંદર ગુફામાં મહાકાલી માતાજી બિરાજમાન છે..
જાણે માં નો સાક્ષાત્કાર થતો હોય તેવી અનુભૂતિ થાય છે.મંદિરનો વિસ્તાર એટલો આહલાદક છે .જે દશૅન આવનાર ભક્તો રમણીય વાતાવરણમાં માં ના ખોળે આવી શાંતિનો અનુભવ કરે છે..
અહિ પૂનમના દિવસે તથા રવિવારે મેળા જેવો માહોલ સજાૅય છે. ત્યારે નવરાત્રી ના નવ દિવસ મોટી સંખ્યામાં દશૅનાથીૅઓ ઉમટી પડશે અને ગરબા લઇ ને પોતાની માનતાઓ પુરી કરશે મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ જગદેવસિંહ તેજસિંહજી જેતાવત તરફથી નવરાત્રી નિમિત્તે સવૅ માઇ ભક્તોને દશૅનનો લાહ્વો લેવા તેમજ નવરાત્રી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવિ હતી.
