પંચમહાલમા શહેરા તાલુકાના જૂની પાદરડી પ્રાથમિક શાળા ખાતે વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી

Panchmahal

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ
.

શહેરા વનવિભાગ દ્વારા તારીખ 1 ઓકટોબર થી 8 ઓક્ટોબર સુધી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અલગ અલગ શાળાઓ તેમજ બોડીદ્રા, ખાંડિયા , જુના ખેડા, ધરોલા , સદનપુર સહિતના અન્ય ગામોમાં વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી અંતર્ગત અનેક કાર્યક્રમો વન આર.એફ.ઓ રોહિત પટેલ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યા હતા. જ્યારે શુક્રવારના રોજ તાલુકાના જૂની પાદરડી ગામની પ્રાથમિક શાળા ખાતે મામલતદાર મેહુલ ભરવાડ અને વન વિભાગના આર.એફ.ઓ રોહિત પટેલની અધ્યક્ષતામાં વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી કરાઇ હતી. શાળામાં અભ્યાસ કરતા બાળકો ,ગામના અગ્રણીઓ અને શાળા વ્યવસ્થાપક કમિટીના સભ્યો ને વનવિભાગના આર.એફ.ઓ રોહિત પટેલ દ્વારા વન્ય પ્રાણી ને લગતી વિસ્તૃત માહિતી આપવા સહિત વનવિભાગની કામગીરી અંગે બાળકો ને વાકેફ કરેલ હતા. જ્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર તેમજ ઉપસ્થિત સૌને વનવિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને બચાવવા , વૃક્ષોનું જતન કરવા સાથે પર્યાવરણને બચાવવા અંગે સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય બારૈયા જશવંતભાઈ કાળુભાઈ, એસ.એમ.સી.અધ્યક્ષ પટેલ લક્ષ્મણ ભાઈ ભેમાભાઈ , વનવિભાગના ફોરેસ્ટર જે.પી. મકવાણા એ.સી .પરમાર અને આર એસ ચૌહાણ સહિત વનવિભાગનો સ્ટાફ સાથે ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *