રાજકોટમાં નવરાત્રિમાં પ્રથમ વખત પીપીઈ કિટ પહેરીને દીકરીઓએ જુદા જુદા રાસ રજૂ કર્યા હતા.

Rajkot

રાજકોટના પવનપુત્ર ગરબી મંડળ દ્વારા દર વર્ષે અલગ-અલગ થીમ પર રાસની કૃતિ રજૂ કરવામાં આવે છે. બીજી તરફ બ્રહ્મસમાજ ચોકમાં યંગસ્ટરે પીપીઈ કિટ પહેરી ગરબાની રમઝટ બોલાવી હતી. ગઇકાલે અસહ્ય બફારો પણ હતો. આથી પીપીઈ કિટ પહેરી ગરબા રમવા મુશ્કેલ હતા. તેમ છતાં કોરોનાની જાગૃતિનો મેસેજ આપવા દીકરીઓ અને યુવાનોએ પીપીઈ કિટ પહેરી ગરબાની રમઝટ બોલાવી હતી.પીપીઈ કિટ પહેરીને ગરબે ઘૂમવામાં ગરમી અને પરસેવો વધુ થાય છે. પણ જો કોરોનાથી બચવું હોય અને ગરબાનો આનંદ પણ લેવો હોય તો આનાથી સારો બીજો કોઈ રસ્તો નથી. જેને લઈને અમારા વિસ્તારનાં યુવાનોએ આ નિર્ણય કર્યો છે. સાથે જ અન્ય લોકોને સલાહ આપતા તેમણે કહ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે ભાડે લીધેલા ટ્રેડિશનલ કપડાં પહેરવા જોઈએ નહીં. છતાં જો આવા કપડાં પહેરવા જરૂરી લાગે તો વોશ કરીને પહેરવાની અપીલ પણ તેમણે કરી છે.કોરોનાકાળમાં આવા જ ભાડે લીધેલા કપડાં ત્રીજી લહેરને નોતરી શકે છે. આ વિચાર અમારા ગ્રુપ સમક્ષ રજૂ કરતા સૌએ સાથે મળીને પીપીઈ કિટ પહેરીને ગરબે રમવાનો નિર્ણય લીધો છે. જેથી ગરબે રમવાનો આનંદ માણવાની સાથે કોરોનાને ફેલાતો પણ અટકાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *