200 ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર તિબેટ તરફથી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા, જેમને ભારતીય સૈનિકોએ પાછા ધકેલ્યા હતા. કેટલાક ચીની સૈનિકોની અટકાયત કરવામાં આવી હોવાના પણ અહેવાલ છે. લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી અને ભારતીય સૈનિકો સાથે અથડામણના અહેવાલો છે, પરંતુ અરુણાચલ પ્રદેશમાં અથડામણના સમાચાર લાંબા સમય પછી આવ્યા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે, કે ચીને અરુણાચલમાં ફરી તેની પ્રવૃત્તિઓ વધારી છે.પેટ્રોલિંગ દરમિયાન બંને દેશના સૈનિકો સરહદી વિવાદને લઈને સામ-સામે આવી ગયા હતા. અને આ સિલસિલો થોડા કલાકો સુધી ચાલુ રહ્યો હતો. આમાં ભારતીય સૈનિકોને કોઈ નુકસાન થયું નથી. અને પ્રોટોકોલ મુજબ વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.