રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયાસા સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં તારીખ 7/10 /2021 ને ગુરુવાર થી શરૂ થતાં શારદીય નવરાત્રિનો પ્રારંભ..
ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં આવેલા વારાહી માતાના ચોક માં વર્ષો થી પરંપરા મુજબ ચાલતા નવરાત્રિ નો પ્રારંભ. વર્ષ 2020 માં કોરોનાના લીધે નવરાત્રિમાં આરતી સિવાય તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા. અને ખેલૈયાઓ ખૂબજ નિરાશ થયા હતા..
પરંતુ વિતેલા વર્ષો ભૂલીને ફરી એક વાર વર્ષ 2021 માં નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી રહી છે. અને ખેલૈયાઓ ગરબે ઘૂમવા તૈયાર થઈ ગયા છે..
ચિત્રોડા નવદુર્ગા મંડળના સભ્યો દ્વારા નવરાત્રી દરમિયાન સરકારી ગાઈડ લાઈન ને ધ્યાનમાં રાખીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે..
માં અંબા સહુને સ્વસ્થ અને સુરક્ષિત રાખે એવી પ્રાર્થના સાથે નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.