અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વારાશરૂપ ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જી ની જન્મ જયંતિની ભાજપ પરીવાર દ્વારા ઉજવણી કરવામાં આવી..

Amreli

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી

જાફરાબાદ તાલુકાના વારાશરૂપ ગામ પહેલે નોરતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જી ની જન્મ જયંતિ નિમિત્તે લોકડાયરો અને કોરાનાવોર્યર નો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે ભોજન સમારોહ રાખવામાં આવ્યો હતો.
જાફરાબાદ તાલુકાના કોરાનાવોર્યર ડોકટરો, તેમજ રાજુલાના ડોકટર,મહુવાના ડોકટર,ટીંબી ના ડોકટર, બાબરકોટ ના ડોકટર,વગેરે ગામના ડોકટરોને સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે 108 ના સ્ટાફ નું પણ સન્માન કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપતા મહેમાનો,રાજ્ય સરકાર ના મંત્રી R.C.મકવાણા,પ્રદેશ મહામંત્રી વિનોદ સાવડા,પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર જી,પ્રદેશ મંત્રી મહેશ ભાઈ કસવાળા,અમરેલી જિલ્લા સગઠન પ્રભારી ડો. ભરત ભાઈ બોઘરા,અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઇ કાછડીયા,અમરેલી જિલ્લાના ભાજપ પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા,પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જાફરાબાદ તાલુકાના ગામોના સરપંચો,ઉપચરપંચો,અમરેલી જિલ્લાના સદસ્ય તેમજ તાલુકાના સદસ્ય સંગઠનના હોદેદારો,દરેક મોરચાના કાર્યકર્તાઓ,સમસ્ત ભાજપ પરીવાર અને આજુ બાજુ ના ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તે બદલ ભાજપ પરીવાર મીઠા ભાઈ તેમજ હીરાભાઈ, કૌશિક ભાઈ દ્વારા મહેમાનો ને ફૂલહાર તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *