માઉન્ટ આબુમાં બાઇક ચાલક પર 11kv જીવતો વીજ વાયર પડતા આગ લાગી.

Banaskantha

અહેવાલ:–સુરેશ રાણા, બનાસકાંઠા

આગ લાગતા બન્ને બાઇક સવાર આગમાં લપેટાઈ મૃત્યુ પામ્યા હતા.
-રાજસ્થાનના મીની કાશ્મીર તરીકે જાણીતા પર્યટક શહેર માઉન્ટ આબુ માટે દુઃખદ સમાચાર છે, કારણ કે આજે સવારે લગભગ 4:15 વાગ્યે, પ્રત્યક્ષદર્શીઓએ જાણ કરી હતી. કે માઉન્ટ આબુ રસ્તા પર બાઇકમાં આગ લાગી છે. માહિતી મળતાની સાથે જ માઉન્ટ આબુ પોલીસ સ્થળ પર પોહચી તપાસ કરતા બાઈક ચાલકો પર વીજલાઇન ના 11kv લાઈટ નો જીવિત વાયર પાડતા બનાવ બન્યો હતો. ત્યાર બાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેના આધારે નગરપાલિકાની ફાયરબ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને CRPF ચોકડી પર આ અકસ્માતમાં બાઇકમાં લાગેલી આગ બુઝાવી દેવામાં આવી હતી.માહિતી બાદ માઉન્ટ આબુ સબડિવિઝન અધિકારી અભિષેક સુરાના અને નાયબ પોલીસ અધિક્ષક પ્રવીણ સેન પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને બંને મૃતદેહોને માઉન્ટ આબુની સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.જ્યારે મૃતકોમાંથી એકની ઓળખ દેવગઘરના રહેવાસી ઘિસુલાલ તરીકે થઈ હતી, તે જ પોલીસ હવે બીજાને ઓળખવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. ઘટનાની જાણ થતા સમગ્ર માઉન્ટમાં શોકની લાગણી છવાઈ ગયી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *