કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળા દ્વારા ફીટ ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા કાર્યક્રમ યોજાયો..

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં સ્થાનિક તાલુકા જીલ્લા કક્ષાની રમત ગમત સાંસ્કૃતિક કાર્યક્રમો સહીત શાળા પરિવાર તરફથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે ફીટ ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત કેશોદ ખાતે પ્રાંત અધિકારી રેખાબા સરવૈયા, મામલદાર અટારા,ચીફ ઓફિસર પાર્થિવસિંહ પરમારના માર્ગદર્શનમાં અને નગર પાલિકા કેશોદના સહયોગથી તાલુકા સેવા સદન કેશોદથી સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ સુધી આદર્શ નિવાસી શાળાના રમત ગમતના જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીયકક્ષાના ખેલાડીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ નગર પાલિકા સ્ટાફ વન વિભાગ સ્ટાફ તથા શાળા પરિવાર દ્વારા જોગિંગની સાથે સાથે રસ્તાની બંન્ને સાઈડ રહેલા પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી સુકા ભીના કચરાના ઉપયોગ અને નગરપાલિકાના વાહન દ્વારા માર્ગદર્શન સાથેના ઓડીયો માધ્યમથી કચરા બાબતે સંદેશ પાઠવવામાં આવ્યો. રોડની બંને સાઈડેથી જોગિંગની સાથે કચરો એકત્ર કરી ફિક ઈન્ડિયા ક્લીન ઇન્ડિયાનો લોકોને એક શુભ સંદેશ આપવાનો પ્રયત્ન છે.
ફિટ ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત તાલુકા સેવા સદનથી સરકારી આદર્શ નિવાસી શાળા મીટર બે કિલો મીટર સુધી રોડની બંને સાઈડેથી કચરો એકઠો કરવામાં આવ્યો હતો. જેમાં નગર પાલિકા વન વિભાગ પત્રકારો તથા સરકારી આદર્શ નિવાસી શાળાનો સ્ટાફ વિદ્યાર્થીઓ જોડાયા હતા. ફીટ ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા નો સંદેશ આપ્યો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *