શહેરા પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનના ઈન્ચાર્જ ડેપો મેનેજર સામે ચોખા-ઘઉના અનાજની ગુણો સગેવગે કરવાના આરોપ સર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

Panchmahal

રિપોર્ટર: પાર્થિવ દરજી પંચમહાલ

શહેરા ખાતે આવેલા પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જંગી જથ્થો સીધો કાળા બજારમાં સરકી જતો હોવાની ચોંકાવનારી બાતમીઓના આધારે શહેરા મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ૩.૬૭ કરોડ રૂપિયાની કિંમતના ઘઉંની ૧૩,૧૨૭ બોરીઓ અને ચોખાની ૧,૨૯૮ બોરીઓ સગેવગે થઈ હોવાનું બહાર આવતા શહેરા પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ નાગજીભાઈ રોત અન્ય ઈસમો સામે ગુન્હો દાખલ થતાં જ અનાજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયાં હતાં. જે તે સમયના પુરવઠા ના ઈન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ ધરપકડથી બચવા માટે પાછલા સાત મહિનાથી પોલીસથી ભાગતો ફરતો હતો. પોલીસ વિભાગના ડી.વાય.એસ.પી ચેતન ખંટાણા ને મેઘરજ વિસ્તારમા આરોપી ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર છુપાયો હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી.આથી પોલીસ ની ટીમને મળેલી માહિતીના આધારે અરવલ્લી જિલ્લા ખાતે પહોંચી જઈને ઇન્ચાર્જ ગોડાઉન મેને જરને પકડી પાડયો હતો. પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા આરોપી પુરવઠા વિભાગના ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર ને પોલીસ મથક ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરવા સાથે પૂછપરછનો દોર શરૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પુરવઠાના ગોડાઉનમા મામલતદાર મેહુલ ભરવાડ એ ફેબ્રુઆરી માસમાં એકા એક તપાસ હાથ ધરતા ઘઉંનો બંધ જથ્થાની ગણતરી કરતા ૨૬,૫૩૦ બોરીઓ હોવી જોઈએ જેની જગ્યાએ ૧૩,૪૦૩ બોરી મળી આવી હતી. આમ ૧૩,૧૨૭ ઘઉંની બોરી ની ઘટ જોવા મળી હતી.ચોખાની 1,298 બોરી ઘટ આવતા 1 કરોડ 85 લાખ નું અનાજ કોભાડ સાથે ૩ કરોડ 67લાખ 72હજાર 900ની છેતરપિંડી સાથે ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ફરિયાદમાં મામલતદાર એ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે જોવું એ રહ્યું કે મુખ્ય આરોપી ને પોલીસે પકડી પાડયો હોય ત્યારે હવે પોલીસ ફરિયાદના ઉલ્લેખ કર્યા પછી ના પણ બીજા નવા નામો ખુલે તેવી સંભાવના હાલ જોવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *