રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ
ગોધરા તાલુકાના નદીસર ગામની તાલુકા પંચાયત બેઠક માટે રવિવાર ના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી.આ બેઠક પર સૌ પ્રથમવાર આમ આદમી પાર્ટી એ કાંટા ની ટક્કર આપી હતી.ભાજપ અને આપ પાર્ટી વચ્ચે સીધી ટક્કર જામતા આખરે ભાજપે હંમેશા ની માફક ઉત્કૃષ્ટ દેખાવ કરતા મતદારો એ ફરી એકવાર ભાજપ ને જવલંત વિજય અપાવ્યો હતો.નદીસર બેઠક માટે ભાજપના ઉમેદવાર રાધાબેન પરમાર ને ૩૦૫૬ મત સાથે વિજયી થયા હતા.જ્યારે આપ પાર્ટીના ચેતનાબેન હેમંતસિંહ પૂવાર ને ૨૦૨૬ મત મળ્યા હતા.જ્યારે કોંગ્રેસના હીનાબેન પરમાર ને નજીવા મતો મળ્યા હતા.ભાજપના મહિલા ઉમેદવારે ૧૦૩૦ મતો થી લીડ મેળવી જીત હાંસલ કરી હતી.મતગણતરીની સમગ્ર પ્રક્રિયા ગોધરા શહેરની મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી. ગણતરી ની મીનીટો માજ પરિણામ જાહેર થતા ભાજપે જવલંત વિજય પ્રાપ્ત કર્યો હતો.આ બેઠક ની પેટા ચૂંટણીમાં ૭૫% જેટલું મતદાન મતદારો દ્વારા કરવામાં આવ્યું હતું.ત્યારે ભાજપની જીત થતા ગોધરા કમલમ ખાતે ભાજપના કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરવામાં હતી. ઉલ્લેખનીય છે કે ફરી એક વખત અહીંના મતદારોએ ભાજપ પર વિશ્વાસ મૂકીને તેમના ઉમેદવારને જીતાડયા હોય ત્યારે આ બેઠકના મતદારો ઇચ્છી રહ્યા છે કે તેમની જે સમસ્યા સાથે વિકાસના કામો આવનાર સમયમાં વહેલી તકે કરવામાં આવે તેવી આશા પણ રાખી રહયા હતા. ત્યારે જોવું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની વાતો કરીને જીત મેળવતી હોય ત્યારે આ બેઠકના મતવિસ્તારમાં ભાજપ આવે કે વિકાસ કરીને લોકોનો વિશ્વાસ કાયમ રાખશે કે નહી….