રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
આગામી ગુરૂવારથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે કેશોદના વિવિધ વિસ્તારોમાં માટીના કારીગરો દ્વારા બનાવેલા મનમોહક રંગથી સજાવેલા ગરબાનું બજારોમાં વિવિધ જગ્યાએ વેચાણ થતું જોવા મળી રહયુ છે.
માં આધ્ય શકિતની આરાધનાનું પર્વ નવલા નોરતા એક દિવસ બાદ ગુરૂવારથી પ્રારંભ થઇ રહયા છે. ત્યારે હિન્દુ સંસ્કૃતિ મુજબ લોકો નવરાત્રિ દરમિયાન ઘરે ઘરે ગરબો પ્રગટાવી માતાજીની આરાધના કરે છે. જેના માટે કેશોદના બજારોમાં ગરબાની ખરીદી કરતા ગ્રાહકો જોવા મળી રહયા છે. માટી કામના કારીગરો દ્વારા ગરબા બનાવી મનમોહક રંગથી સજાવેલા ગરબાનું બજારોમાં વિવિધ જગ્યાએ વેચાણ થતું જોવા મળી રહયુ છે.કેશોદની બજારોમાં ચાલીસ રૂપીયાથી પાંચ સો રૂપીયા સુધીની કિંમતના ગરબાનું બજારોમાં વેંચાણ થઈ રહયુ છે.
ગત વર્ષે કોરોના કારણે નવરાત્રિ મોકુફ રાખવામાં આવી હતી. માત્ર માતાજીનો ગરબો પ્રગટાવી પુજા અર્ચના કરવામાં આવી હતી. હાલમાં સરકાર દ્વારા પ્રાચીન શેરી ગરીબાની નિયમોને આધીન છુટ આપવામાં આવી છે. ત્યારે કેટલાક શેરી ગરબાઓ યોજાશે. તે જોવાનું રહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે. કે ભારતભરમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે.ત્યારે કેશોદ તાલુકાનું નાની ઘંસારી કદાચ એકમાત્ર એવુ ગામ હશે જ્યાં રાજાશાહી વખતથી નવરાત્રીનું આયોજન થતું નથી.તેમજ કેશોદ તાલુકાના નુનારડા ગામે ચૈત્રી નવરાત્રીની ઉજવણી થાય છે.