ગટર લાઇનનું પાણી પીવાના પાણીમા ભેળ સેળ થતું હોવાનું ગ્રામજનોનો આક્ષેપ.

Sabarkantha

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા

વિરાવાડા ગામમાં પીવાના પાણીમા ગટર લાઇનનું પાણી ભરાઈ જવા થી રોગ ચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.હિંમતનગર પાસે આવેલા વિરાવાડા ગામની અંદર ઘણા લોકો ખરાબ દુષિત પાણી પી રહયા છે. તેવું લોક મુખે જાણવા મળતા અમારી મીડિયા ટિમ દ્વારા સ્થળ તપાસ કરી ગ્રામજનોની મુલાકાત લીધી હતી.ત્યારે જાગૃત ગ્રામજનો દ્વારા પંચાયત ટી ડી ઓ ,ડી ડી ઓ, ડી એચ ઓ, ને પણ આ બાબતે અરજી આપવામાં પણ આપવામાં આવેલી છે. પરંતુ તંત્ર એ આંખ આડા કાન કરી કર્યા છે. અને આજ દિન સુધી કોઈ પગલાં ભરેલા નથી.
ગામલોકો દ્વારા વારંવાર અરજી કરવા છતાં પીવાના લીકેજ પાણીમા ગટર લાઈનું પાણી ભેળસેળ થતું હોવા ના આક્ષેપો કરવામાં આવ્યા છે.આગામી સમયમા જો આ બાબતે કોઈ નિર્ણય લેવામાં નહિ આવે તો બીમારી થી રોગ ચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઈ શકે છે.અને ગામમાં નાના મોટા લોકો મોટી બીમારી મા સપડાય તેવું વાતાવરણ લોકોના મુખે જાણવા મળ્યું હતું. આ બાબતે તંત્ર એ ખૂબ કાળજી લઈ પગલાં લેવા જોઈએ .અને જો આ બાબતે કોઈ યોગ્ય પગલાં લેવામાં નહિ આવે તો ખૂબ ખરાબ પરિસ્થિતિ થવાની ભીતિ ગામ લોકો સેવી રહયા છે. અને આગળની કાર્યવાહી કરવા મજબૂર થવા જણાવ્યું હતું. ગામના જાગૃત આગેવાન પટેલ વિષ્ણુ ભાઈ પી વિરાવાડા રાકેશભાઈ પટેલ. અને ઈશ્વરભાઈ પટેલ દ્વારા અમારી મીડિયા ટિમ ને જોડે લઈને સ્થળ તપાસ કરાવી હતી. ત્યાં જોતા લીકેજ પાણી અને ગટર ની ઝલક લેવામાં આવી હતી.આગળ ની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી ગામલોકોની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *