ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ થયેલા સગીર બાળક તેમજ અપહરણ કરનારને ગણતરીના કલાકોમાં શોધી કાઢી સગીરના માતા પિતાને પરત સોંપાઈ..

Sabarkantha

રિપોર્ટર :શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા

પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજકુમાર બડગૂજર તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણ ઇડર વિભાગનાઓએ આવનારી નવરાત્રી તહેવાર અનુસંધાને તકેદારી સારૂ પેટ્રોલીંગ રાખવા તેમજ હ્યુમન ટ્રાફીકીંગના બનાવો રોકવા સતત પ્રયત્નશીલ રહેવા સુચન સહ માર્ગદર્શન આપ્યું હતું. જેની મદદથી ગત રોજ ઇડર ટાઉન વિસ્તારના રહેવાસી દીનેશભાઇ પ્રહલાદભાઇ હનુમાનપ્રસાદ પ્રજાપતિ,અલવર રાજસ્થાનનો દીકરો નિરજ દીનેશભાઇ પ્રજાપતિ પોતાની નાની બહેન રૂચિકાબેનને આશરે ચારેક વાગ્યે આનંદનગર સોસાયટીમાં ટયુશન કલાસીસમાં મુકવા માટે ગયા હતા. ત્યાર બાદ તે પરત ન આવતા તેના પિતાએ તેઓના દીકરા નિરજના અપહરણ અંગે ઇડર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ હતી..
જેથી ઇન્ચાર્જ પો.ઇન્સ એન.આર.ઉમટના ઉપરી અધિકારીઓના માર્ગદર્શન તેમજ દીશા સૂચન મુજબ અલગ -અલગ ટીમ બનાવી ફરીયાદીને સાથે રાખી સોશિયલ મિડીયા તથા મિડીયા કર્મીઓના વોટસએપ ગૃપ માધ્યમથી અપહ્યુતના ફોટા શેર કરી જરૂરી તજવીજ હાથ ધરતા,તેમજ શોધખોળ દરમ્યાન નિરજ દીનેશભાઇ પ્રજાપતિ, ઇડર સુરપુર ખાતે સ્વાદીષ્ટ ઢાબા પાસે ફરીદખાન અકબરખાન બેલીમ ગભરાયેલી હાલતમાં મળી આવતા સદર ગુન્હાના કામે અપહ્યુત તેમજ અપહરણ કરનાર બન્નેને સોશિયલ મિડીયાના માધ્યામથી શોધી કાઢવામાં ઇડર પોલીસે સફળતા મેળવી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *