સાબરકાંઠા જીલ્લામાં અસામાજીક પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી બે ઇસમોની અટકાયત કરી..

Sabarkantha

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા

પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજ કુમાર બડગુજરએ સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનની તેમજ સમાજમાં ભય ફેલાવી મારામારી કરી ધામધમકી આપી લોકેને ડરાવી ધમકાવી અસમાજીક પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ અટકાયતી પગલાં લેવાના આદેશ મુજબ પો.ઇન્સ. એમ.ડી.ચંપાવત એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.શાખા દ્વારા અસમાજીક પ્રવૃત્તી કરતા પ્રોહિબીશનના બુટલેગર અજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલાના તથા બલવંતસિંહ બાલુસિંહ પરમાર ના વિરૂધ્ધમાં એલ.સી.બી દ્વારા પાસા હેઠળની દરખાસ્ત કરતાં જીલ્લા મેજી. સાબરકાંઠા હીંમતનગર દ્વારા પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરતાં ઉપરોક્ત બંને ઇસમોને તા. ૩૦/૦૯/૨૦૨૧ ના રોજ પાસા હેઠળ અટકાયત કરી હુકમ મુજબ સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *