ઈડર તાલુકાના ઈટડી ગામે ખેતર ની ઓરડી આગળ જુગાર રમતા ૫ જુગારીયાઓ ઝડપાયા હતા..

Sabarkantha

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા

ફરિયાદમાં તારીખ 4/10 /2021 ને સોમવારે રાત્રિ ના 10. 30 વાગ્યા ના સમયે હિંમતનગર એલ. સી. બી સ્ટાફ ના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિજય કુમાર, આસીસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સનત કુમાર, આસીસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રહષૅ કુમાર ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રમતુંજી મણાજી જાદર ,પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા હતા..
તે દરમિયાન ખેતરની ઓરડી આગળ ગંજી પાનાની પૈસાનો હારજીતનો જુગાર રમતા પાંચ આરોપીઓને જડપી લીધા હતા..
આરોપીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડયા હતા. અને તેમની પાસેથી રૂપિયા 9060 ની ચલણી નોટો અને જુગાર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો..
તમામ આરોપીઓ હાલ જાદર પોલીસ સ્ટેશનમાં છે.આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *