રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેર પોલિસ સ્ટેશન ખાતે આગામી નવરાત્રી, દશેરા અને ઈદે મિલાદ ના તહેવારો અનુસંધાને શાંતિ સમિતિની બેઠક માંગરોળ ડીવાયએસપી જે ડી પુરોહિતના અધ્યક્ષતામાં મળી હતી.
જેમાં ખાસ કરીને ગરબાના આયોજકો અને હિન્દૂ મુસ્લિમ આગેવાનોએ હાજરી આપી હતી.
આ મીટીંગમાં ડીવાયએસપી સરકારની નવરાત્રિ અંગેની ગાઈડ લાઈન વિશે જાણકારી આપી હતી. અને જરૂરી નીતિ નિયમોનું પાલન કરવા સૂચન કર્યું હતું.
તેમજ ઉચ્ચ અધિકારીઓ ની સુચના મુજબ પોલીસ સ્ટાફ ની ટીમ દ્વારા લોકો પર બાજ નજર રાખવામાં આવશે તેવું માંગરોળ પીએસઆઈ બી.કે.ચાવડા દ્વારા કહેવામા આવ્યું હતું.