હાલમાં બહારથી આવતાં લોકોનું કોરોના ચેક-અપ થઈ રહ્યું છે, પરંતુ નવરાત્રિ અને દિવાળીમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે કેરળ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં એવા લોકોને જ પ્રવેશ આપવો જોઈએ, જેમની પાસે ફરજિયાત પણે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટિફિકેટ હોય. ગુજરાતમાં કોરોનાનો વાઇરસ વધુ મ્યુટન્ટ થયો નથી, જેથી હાલની સ્થિતિ જોતાં ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ઘણી ઓછી છે તેમ છતાં હાલમાં કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ છે જ્યારેે આગામી દિવસોમાં ગુજરાતમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે. આમ આ દિવસો દરમિયાન કેરળ અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં અસંખ્ય લોકો આવશે. તેમ જ આ વર્ષે લોકો દિવાળીમાં ગુજરાત બહાર જવાનું વિચારી રહ્યા હોય તો તેમણે કેરળ જવાનું ટાળવું જોઈએ, કારણ કે કેરળમાં સૌથી વધુ કેસ હોવાથી રજા માણવા ગયેલા લોકો પોતે કોરોના સંક્રમિત થવાની સાથે અન્યમાં ચેપ ફેલાવવાની દહેશત રહેલી છે. તેમણે કહ્યું કે, કોરોનાને રાજ્યમાં ફેલાતો અટકાવવા કેરળ-મહારાષ્ટ્રથી આવનારા લોકો પાસે કોરોના વેક્સિન સર્ટિફિકેટ હોય તે જરૂરી છે.
ગુજરાતમાં કોરોનાનો વાઇરસ વધુ મ્યુટન્ટ થયો નથી, જેથી હાલની સ્થિતિ જોતાં ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ઘણી ઓછી છે તેમ છતાં હાલમાં કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ છે જ્યારેે આગામી દિવસોમાં ગુજરાતમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે. આમ આ દિવસો દરમિયાન કેરળ અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં અસંખ્ય લોકો આવતા હોય છે