કારમાં ગુપ્ત ખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી..

Sabarkantha

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા


પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ, તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક નિરજ કુમાર બડગુજર તથા ડી.એમ.ચૌહાણ નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ,ઇડર તથા સી.એમ.ગમાર, પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા સર્કલ ખેડબ્રહ્માનાઓની સુચના અન્વયે પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા ડ્રાઇવ આપી હતી .જે દરમ્યાન ડી.એમ.ચૌહાણ , નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ ઇડર તથા અમો એલ.પી.રાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સાથેના પોલીસ કર્મચારી અનાર્મ હેડ કોન્સ. પ્રધ્યુમનસિંહ તેજમલસિંહ બ.નં.૩૬૧ તથા અ.હે.કો. મુકેશભાઇ અમરાજી બ.નં.૪૩૭ તથા ચેકપોસ્ટ ઉપર મુકવામાં આવ્યા હતા. સાથે રાણી ચેકપોસ્ટ ઉપર પ્રોહી ડ્રાઇવ અનુસંધાણે આવતા જતા વાહનોની ચેકીંગમાં હતા..દરમ્યાન તેમને ખાનગી બાતમી મળી હતી.જે રાજસ્થાન ખેરવાડા તરફથી એક હોન્ડા સિવીક બ્રોન્ઝ કલરની ગાડી માં ઇંગ્લીશ દારૂ ભરી વિજયનગર તરફ પસાર થઇ રહી હતી. જે સદરી કારમાં બનાવેલું ગુપ્ત ખાનુ શોધી તેમાંથી ગેરકાનૂની અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયરની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૫૧ કિ.રૂ.૨૭,૭૨૦/ તથા મુદ્દામાલ વાહન મળી કુલ કિ.રૂ.૨,૨૭,૭૨૦/-નો પ્રોહી મુદ્દામાલ હસ્તગત કરી પકડાયેલા આરોપી રાજસ્થાનવાળા વિરુધ્ધ પ્રોહિ એકટ કલમ મુજબ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
આમ, વિજયનગર પોલીસને પ્રોહી ડ્રાઇવ દરમ્યાન પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *