રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
કેશોદ શહેર તાલુકામાં યોજાયેલા કાર્યક્રમોમાં ભાજપના કાર્યકરોનાં ઉત્સાહ વચ્ચે રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમનું વિવિધ જગ્યાએ વિવિધ જ્ઞાતી મંડળો દ્વારા સન્માન સમારોહ યોજાયો બાદમાં ઘેડ પંથકના અસરગ્રસ્ત ગામોમાં ખેત પેદાશોનું નિરીક્ષણ કર્યું હતું.
કેશોદના નાનકડાં એવાં માંગરોળ તાલુકાના થલી ગામનાં સામાન્ય ખેડૂત દેવાભાઈ માલમ જુનાગઢ જિલ્લા પંચાયતનાં સદસ્ય તરીકે ચૂંટાયા બાદ ધારાસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પાટીદાર અનામત આંદોલનના જુવાળ વચ્ચે સમગ્ર જિલ્લામાં વિજેતા બન્યા હતાં ત્યારે સાબિત કરી બતાવ્યું હતું કે લોકસંપર્ક અને નાનાં નાનાં કાર્યકરો અને દરેક વ્યક્તિ સાથે અનહદ લોકચાહના મેળવીછે
સરળ અને સૌમ્ય સ્વભાવ ધરાવતાં દેવાભાઈ માલમની નવાં રચાયેલાં મંત્રી મંડળમાં રાજ્ય કક્ષાના પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના મંત્રી તરીકે શપથ ગ્રહણ કરી સૌને અચંબામાં નાખી દિધા હતાં ગુજરાત રાજ્ય સરકારનાં મંત્રી બન્યાં બાદ પ્રથમ વખત જન્મભૂમિ કર્મભૂમિ કેશોદ ધારાસભા મતવિસ્તારમાં પધારતા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કેશોદ બાયપાસથી બાઈક રેલી કાઢી શહેરનાં મુખ્ય માર્ગો પર વિવિધ જ્ઞાતી મંડળો જુદી જુદી સંસ્થાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કેશોદનાં ચાર ચોક વિસ્તારમાં ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી શરદ ચોક ખાતે વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી ઔદીચ્ય ગોહિલવાડી બોર્ડીગ ખાતે યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં કાફલો પહોંચ્યો હતો. કેશોદ શહેરનાં વિવિધ સીતેરેક સંગઠનો અને સામાજિક સંસ્થાઓ અને સમાજ જ્ઞાતિના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં સામાન્ય ખેડૂતમાંથી મંત્રી બનેલાં દેવાભાઈ માલમ ગદગદીત થઈ ગયાં હતાં
કેશોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લાગણી અને સ્નેહનાં તાંતણે બંધાયેલા આગેવાનો અને નગરશ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ ભુપેન્દ્રભાઈ જોષીએ કર્યું હતું
ઔદિત્ય બોર્ડીગમાં યોજાયેલા અભિવાદન સમારોહમા બાદ કેશોદના આંબેડકર ભવન ખાતે યોજાયેલા અનુસુચિત જાતિના નવ નિયુક્ત બનેલા અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જ્યાં રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમનું અનુસુચિત જાતિના આગેવાનોએ પુષ્પગુચ્છથી સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. બાદમાં લાડાણી ફાર્મ કેવદ્રા ખાતે કોવીડ હોસ્પિટલમાં આર્થિક સહયોગ આપનાર દાતાઓનું અને રાજ્ય કક્ષાના મંત્રી દેવાભાઈ માલમનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ખિરસરા ધારે આજુબાજુના વિસ્તારોના લોકો દ્વારા સ્વાગત કરાયું હતું.બાલાગામના નિવૃત થયેલ ફૌજીનું દેવાભાઈ માલમના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું
બાલાગામ સન્માન સમારોહ પુર્ણ કર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં ખેતરો અને ખેત પેદાશોમાં થયેલી નુકશાનીનું નિરીક્ષણ કર્યુ હતું. ખેત પેદાશોનું છેલ્લા વરસાદ પહેલા થયેલા ખેત પેદાશોનું રીસર્વે કરવામાં આવશે તેવુ જણાવ્યું હતું.
કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમને તાજેતરમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળતા પશુ પાલન અને ગૌસંવર્ધન મંત્રી પદ મળતા આજે કેશોદ શહેરમાં સન્માન સમારોહ યોજાતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો