ગોધરા તાલુકાના નદીસર તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું

Panchmahal

રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ

ગોધરા તાલુકા પંચાયતની નદીસર બેઠકના વિજેતા ઉમેદવારે તાજેતરમાં જ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. નદીસર તાલુકા પંચાયત સદસ્ય ૨૨ની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ , આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પેટાચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવાર રાધા બેન ભગવાન પરમાર અને જ્યારે આપ પાર્ટીના ચેતનાબેન હેમત પૂવાર વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો હતો. જ્યારે રવિવારના રોજ આઠ જેટલા મતદાન મથકો ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. સાથે મતદાન મથકો ખાતે મત આપવા માટે મતદારોની લાંબી લાઈન લાગી હતી. મતદાન મથક ખાતે મતદારો પોતાના મત આપવા માટે આવ્યા ત્યારે સરકારની ગાઇડલાઇન નું પાલન કર્યું ન હતું. જ્યારે આ વખતની તાલુકા પંચાયત સદસ્ય ની પેટા ચૂંટણીમાં આઠ જેટલા મતદાન મથકો ખાતે 74.58 ટકા જેટલું મતદાન નોંધાયુ હતું. જ્યારે અમુક મતદાન મથક ખાતે મતદારોનો ઉત્સાહ પણ ઓછો જોવા મળી રહ્યો હતો. આ વખતની પેટા ચૂંટણીમાં અહીંના મતદારોએ ગામની સમસ્યા હલ કરે અને વિકાસ થાય તે માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના પસંદગીના ઉમેદવાર ને જીતાડવા માટે પોતાના વોટ આપ્યા હતા. આઠ જેટલા મતદાન મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર એન એમ પ્રજાપતિ સહિત ત્રણ જેટલા પી.એસ.આઇ તેમજ 50થી વધુ પોલીસકર્મીનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થતા તંત્રને હાશકારો થયો હતો. આ ચૂંટણીના આઠ જેટલા મતદાન મથકોના ઇવીએમ મશીન ને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવ્યા હતા…
ગોધરા ના નદીસર તાલુકા પંચાયત ની પેટા ચૂંટણીમાં વહેલી સવાર થી નીરસ મતદાન બાદ હવે બપોર બાદ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી.વહેલી સવારે ગણ્યા ગાંઠ્યા મતદારો મતદાન કરતા જોવા મળતા હતા. પરંતુ બપોર બાદ ખેતી સહિત ઘરકામ પરવારી ને મોટી સંખ્યા માં મહિલા મતદારોની પણ લાંબી કતારો જોવા મળી હતી. શરૂઆતના તબક્કામાં 10 થી 15 ટકા જેટલું મતદાન થયું હતું. પરંતુ બપોર બાદ એકાએક મતદાનમાં ઉછાળો આવ્યો હતો. 74.59 ટકા જેટલું મતદાન 8 જેટલા મતદાન મથકો પર થયું હતું.હાલ જે રીતે મતદારોની કતારો જોવા મળી હતી.ત્યારે મતદારો એ પણ પોતાનો મત વિકાસના કામ કરી શકે તેવા ઉમેદવાર ને ચૂંટી લાવવા માટે આપ્યો છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *