રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે મૂક્તજીવન ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને રેસક્યુ ટ્રેનીંગ એકેડમી ઈન્ટરનેશનલ ડીઝાસ્ટર રેસ્ક્યુ રેસપોન્ડર ક્રોપ્સ દ્વારા જે સ્વામીનારાયણ ગાદી સંસ્થાનનો એક ભાગ છે.જેમના પ્રયત્નો થકી યુવાનોમાં જોશ જૂસ્સો કાયમ રહે તે હેતુથી મેરેથોન દોડનુ આયોજન કરવામા આવ્યુ હતૂ.જેમાં મોટી સંખ્યામાં યુવક અને યુવતી ઓ એ દોડ લગાવી હતી.
સ્વામિનારાયણના ગાદી સંસ્થાનના આચાર્ય સ્વામી જીતેન્દ્રિય પ્રેયદાસજી સ્વામીની પ્રેરણા થી તેમજ સંસ્થાના સ્થાપક મુક્તજીવન સ્વામીબાપાની જન્મ જયંતિ નિમિતે શહેરા ખાતે નવ યુવાનોમાં ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ભાઇઓ અને બહેનો માટે પાંચ કિલોમીટર મેરેથોન દોડનુ આયોજન કરવામા આવ્યુ હતુ,સાથે નાના બાળકોની દોડ સ્પર્ધા પણ રાખવામા આવી હતી.કેશવ ગ્રાઉન્ડથી અણિયાદ તરફ સુધી દોડનુ આયોજન રાખવામા આવ્યુ હતુ. આ મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ સાથે 4 વર્ષની માહી પટેલે નાના બાળકોની સ્પર્ધામાં 2 કિલોમીટર દોડ પૂર્ણ કરી હતી.સૌના માટે આકર્ષણનુ કેન્દ્ર બની હતી. અને સાચા અર્થ માં ફીટ ઈન્ડિયાનો સંદેશ પહોચ્યો હતો.આ મેરેથોન દોડમાં શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એન.આર ચૌધરી તેમજ શહેરા પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. તેમજ કોવિડ ગાઇડ લાઈનનુ પાલન કરવામા આવ્યુ હતુ.કાર્યક્રમ શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.