રીપોર્ટર..પ્રિતેશ દરજી પંચમહાલ..
ગોધરા તાલુકા પંચાયતની નદીસર બેઠકના વિજેતા ઉમેદવારે તાજેતરમાં જ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. નદીસર તાલુકા પંચાયત સદસ્ય ૨૨ની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ , આમ આદમી પાર્ટી અને પક્ષના ઉમેદવા પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પેટાચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવાર રાધા બેન પરમાર અને જ્યારે આપ પાર્ટીના ચેતનાબેન હેમત પૂવાર વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો હતો. જ્યારે રવિવારના રોજ આઠ જેટલા મતદાન મથકો ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. સાથે મતદાન મથકો ખાતે લાંબી લાઈન લાગી હતી. જ્યારે મતદાન મથક ખાતે મતદારો પોતાના મત આપવા માટે આવ્યા ત્યારે મો ઉપર માસ્ક નહિ પહેરવા સાથે સોશ્યિલ ડિસ્ટન્સ પણ રાખ્યું ન હતું. બપોરના ત્રણ વાગ્યા સુધીમાં આઠ જેટલા મતદાન મથકો ખાતે અંદાજિત 64 ટકા જેટલું મતદાન નોંધાયુ હતું. જ્યારે અમુક મતદાન મથક ખાતે મતદારોનો ઉત્સાહ પણ ઓછો જોવા મળી રહ્યો હતો. આ વખતની પેટાચૂંટણીમાં અહીંના 7137 જેટલા મતદારો ગામની સમસ્યા હલ કરે અને વિકાસ થાય તે માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના પસંદગીના ઉમેદવાર ને જીતાડવા માટે પોતાના વોટ આપ્યા હતા. આઠ જેટલા મતદાન મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર એન એમ પ્રજાપતિ સહિત ત્રણ જેટલા પી.એસ.આઇ તેમજ 50થી વધુ પોલીસકર્મીનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો..