રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી
જાફરાબાદ તાલુકાના નાનકડા કડીયાળી ગામમાંથી એક ગરીબ પરિવાર કે જેના કુટુંબમાં કોય ચાર ચોપડી પણ ભણયુ નહોતું તેવા પરીવાર માંથી એક યુવાન ભરતભાઇ મનુભાઇ મકવાણા આજ થી છ મહીના પહેલા બી એસ એફ ની ટ્રેનીંગ માં ગયો હતો….
ટ્રેનીંગ પુણૅ થતાં આજે સવારે કડીયાળી ખાતે પહોંચતાં જ તેમનું ભવ્ય થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામની મુખ્ય બજારોમાં ધોડા ઉપર બેસી સોભાયાત્ર દ્વારા પોતાના ઘરે પહોંચ્યા હતા.
શોભાયાત્રા ગુજરાતના વિખ્યાત ધેર અંબામાના મંદિર થી વિશાળ સંખ્યામાં નીકળી રામજી મંદિર થી મુખ્ય બજારોમાં થઈને પોતાના ઘરે પહોંચી હતી..
જેમાં જાફરાબાદ ઉપરાંત ઉના, રાજુલા, મહુવા, ભાવનગર જેવા શહેરોમાથી મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ જાફરાબાદ તાલુકાના તમામ ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા . આ વિસ્તારના પુવૅ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી તેમજ તેમની ટીમેં પણ વિશેષ હાજરી આપી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પણ આ યુવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું .
આ સ્વાગત કાર્યક્રમ સફળ બનાવવા છેલ્લા પંદર દિવસથી મહેનત કરતા કડીયાળી ના આગેવાનો સવજીભાઇ મકવાણા, જાદવભાઇ સોલંકી, રાણાભાઇ મકવાણા , જિલુભાઇ મકવાણા તથા મનુભાઇ મકવાણા ની સતતં મહેનતથી સફળ બનાવવામા આવ્યો હતો.