રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
પહેલી નજરે જ જોતા લાગે છે કે વીજ કંપની શોભામાં અતિ વૃદ્ધિ કરી રહ્યું છે..
વીજ કંપની દ્વારા ચોમાસા પહેલા 24 કલાક વીજળી આપવા માટે દરેક જગ્યાએ દરેક ગામમાં પ્રિમોનસુન ની કામગીરી કરવા માટે અઠવાડિયામાં એક દિવસ લાઈટ બંધ કરી સવારથી સાંજ સુધી વીજ લાઈનનું રીપેરીંગ કામ કરવામાં આવે છે..
તેમજ વીજપોલની આજુબાજુ તેમજ ડીપીઓ ની આજુબાજુ ઊગી નીકળેલા જાડી જાખરાની સફાઈ કરવામાં આવતી હોય છે. પરંતુ આવી કોઈ કામગીરી ઈલોલ ગામમાં દેખાતી નથી.તેમજ ડીપી ની આજુબાજુ કોઈ પ્રકારની કોરિડોર કરવામાં આવી નથી. ઘણી જગ્યાએ ફોટા ઝાડમાંથી ખુલ્લા તાર પસાર થતા દેખાય છે..
જાહેર રસ્તા ઉપર ડીપીઓ હોવાથી લોકોની અવર-જવર થતી હોય છે. સ્કૂલમાં જતા બાળકોની પણ અવર જવર હોય છે.નજીકમાં રહેણાક વિસ્તારો પણ છે. તો આ બધું જોતાં ભારે નુકસાનની ભીતિ દેખાઈ રહી છે..
તેમજ મોટું નુકસાન થઈ શકે છે. આમ ઈલોલ ગામમાં પ્રવેશથી લઈને ગામના દરેક વિસ્તારમાં અલગ-અલગ દ્રશ્યો જોવા મળે છે. તો શું આ પ્રકારના દ્રશ્યોથી વીજ કંપનીના કર્મચારીઓ અજાણ હોય તેવું લાગી રહ્યું છે. કે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા છે? તો શું આ વીજ કંપનીની જવાબદારીમાં આવતું નથી કે કેમ??