NCBની ટીમને એવી માહિતી મળી હતી કે ,એક ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. ત્યારબાદ શનિવારે વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ શિપ પર રેવ પાર્ટી ચાલી રહી હતી. છેલ્લામાં છેલ્લી માહિતી પ્રમાણે આ શિપ પરથી મોટા પ્રમાણમાં માદક પદાર્થો મળી આવ્યા છે. તેની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે પણ ડ્રગ્સ મળી આવ્યું છે. તે MD કોક અને હશિસ છે.મુંબઈમાં હાઈપ્રોફાઈલ પાર્ટીના સિલસિલામાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(NCB) શાહરૂખ ખાનના પુત્ર આર્યનની પુછપરછ કરી રહ્યું છે. પાર્ટી કોર્ડિલિયા ધ ઈમ્પ્રેસ ક્રૂઝ પર ચાલી રહી હતી. જે સમયે NCBએ રેડ કરી, તે સમયે પાર્ટીમાં 600 લોકો સામેલ હતા.
NCBએ 3 છોકરીઓ સહિત 13 લોકોની ધરપકડ કરી છે. NCBના સૂત્રોના જણાવ્યા મુજબ, આર્યન પણ તે ક્રૂઝમાં હાજર હતો. જોકે એ વાત અંગે હજી કોઈ ખુલાસો થયો નથી કે તેણે ડ્રગ્સ લીધું હતું કે નહિ.આજની કાર્યવાહી થઈ તેના એક દિવસ અગાઉ શુક્રવારે NCBએ ગાદલામાં છૂપાવીને ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડમાં ડ્રગ્સ મોકલવાનો પર્દાફાશ કરતા આશરે પાંચ કરોડ રૂપિયાની કિંમતનું ઈફીડ્રિન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. હૈદરાબાદથી આવેલા ગાદલાનું એક પેકેટ મુંબઈ એરપોર્ટથી ઓસ્ટ્રેલિયા માટે મોકલવાનું હતું, પણ NCBના અધિકારીઓને આ અંગે માહિતી મળી ગઈ હતી. તપાસ સમયે તેના રૂ વચ્ચેથી 4 કિલો 600 ગ્રામ ઈફિડ્રિન મળ્યું હતું.