અહેવાલ:-સુરેશ રાણા, બનાસકાંઠા*
જેસોર અભિયારણ ને પ્લાસ્ટિક મુક્ત તથા કચરા મુક્ત બનાવવા વન વિભાગ ની ટીમો કામે લાગી ….
રાજ્ય નું જેસોર રીંછ અભયારણ્યમાં સ્વચ્છતા કરી જંગલને પ્લાસ્ટિક તેમજ કચરા મુક્ત બનાવવા જેસોર વન અધિકારી ની ટીમ સહિત લોકોના સહયોગથી જેસોર અભ્યારણની સફાઈ કરી. દેશ ભર માં વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી ચાલી રહી છે. ત્યારે અમીરગઢ તાલુકા ના જેસોર રીંછ અભયારણ્યમાં સ્વચ્છતા કરી જંગલ ને પ્લાસ્ટિક તેમજ કચરા મુક્ત બનાવવા ની કવાયત ગામ લોકોના સહયોગથી વન વિભાગદ્વારા કરવામાં આવી હતી..
વન્ય પ્રાણી સપ્તાહ 2 જી ઓક્ટોબર થી 8 ઓક્ટોબર સુધી ચાલશે જે અંતર્ગત બીજી ઓકટોબરના દિવસે જેસોર વન અધિકારી પોતાની ટિમ તેમજ આજુબાજુ ના ગામ લોકો ના સહયોગ થી અંદાજે 5 કિલોમીટર જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક તેમજ અન્ય કચરાની સફાઈ કરી જેસોર અભયારણ્યને સ્વચ્છ બનાવવા કવાયત હાથ ધરી હતી..