‘ગુલાબ’માથી બનેલું શાહીન આજે વધારે શક્તિશાળી બનશે. વાવાઝોડું પાકિસ્તાનના મકરાણના કાંઠે ટકરાશે, એ વખતે એ સૌથી શક્તિશાળી હશે. વાવાઝોડું શક્તિશાળી થતાં જ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. જોકે વાવાઝોડું ભારતના કાંઠાથી થોડે દૂર રહેવાનું હોવાથી બહુ નુકસાન થાય એવી શક્યતા નથી છતાં ભારતીય હવામાન વિભાગે એલર્ટ જારી કરીને કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને અને માછીમારોને ચેતવણી આપી છે. શહેરના ખોખરા, હાટકેશ્વર,અમરાઈવાડી, વસ્ત્રાલ, સીટીએમ, જશોદાનગર, ઘોડાસર, વટવા, ઈસનપુર,નારોલ, મણિનગર, રામોલ, હાથીજણ, ઓઢવ, રખિયાલ, બાપુનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. વરસાદને કારણે CTM ચાર રસ્તાથી જશોદાનગર અને ઈસનપુર બ્રિજ સુધી છેલ્લા એક કલાકથી ભારે ટ્રાફિકજામ થયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનની અસરને પગલે દરિયામાં કરંટ વધશે અને 3.5 મીટર સુધીનાં મોજાં ઊછળી શકે છે. એવામાં ગુજરાત અને મહારાષ્ટ્રના માછીમારોને 2 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 36 કલાક સુધી આ વાવાઝોડું સક્રિય રહેશે.અમદાવાદમાં છેલ્લા એક કલાકથી કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના ખોખરા, હાટકેશ્વર,અમરાઈવાડી, વસ્ત્રાલ, સીટીએમ, જશોદાનગર, ઘોડાસર, વટવા, ઈસનપુર,નારોલ, મણિનગર, રામોલ, હાથીજણ, ઓઢવ, રખિયાલ, બાપુનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. વરસાદને કારણે CTM ચાર રસ્તાથી જશોદાનગર અને ઈસનપુર બ્રિજ સુધી છેલ્લા એક કલાકથી ભારે ટ્રાફિકજામ થયો છે. અનેક વાહનોની ત્રણેક કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. તે ઉપરાંત મીઠાખળી અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયાં છે. સી.જી રોડ પર પણ પાણી ભરાયાનાં દૃશ્યો જોવા મળ્યા છે. આશ્રમ રોડ,વાડજ અને ઉસ્માનપુરામાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.