પંચમહાલ ના શહેરા તાલુકાના મંગલપુર ગામ ખાતે સરપંચ ભુપત સિંહ પટેલ અને જિલ્લા પંચાયત સદસ્ય ભારતી બેન પટેલ સહિત ભાજપ કાર્યકરો દ્વારા જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Panchmahal

રીપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ

નિમિષાબેન સુથારને રાજ્યકક્ષાના મંત્રી બનવા બદલ સરપંચ સહિત ભાજપ અગ્રણીઓ અને ગ્રામજનો એ શુભેચ્છા પાઠવી હતી.
પંચમહાલના શહેરા તાલુકામાં જન આશીર્વાદ યાત્રા હેઠળ રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારએ વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યારે તાલુકાના મંગલપુર ગામ ખાતે જન આશીર્વાદ યાત્રા આવી જતા ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ ભૂપતસિંહ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ભારતી બેન પટેલ, પગી રમેશ સરદારભાઈ, બામણીયા શારદાબેન બાબુભાઈ, પગી ઉષાબેન પ્રભાત તેમજ દિલીપભાઈ સહિતનાઓ દ્વારા રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારને ફૂલોનું બુકે આપીને સાલ ઓઢાડી હતી. સાથે રાજ્યકક્ષાના મંત્રી બનવા બદલ જિલ્લા પંચાયત સદસ્ય ભારતી પટેલ , સરપંચ ભૂપતસિંહ પટેલ સહિત ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા પંચાયત સદસ્ય ભારતીબેન પટેલે જણાવ્યું હતુ, કે મારા મત વિસ્તારમાં રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારનું ભવ્ય સ્વાગત કરવા સાથે જિલ્લામાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારને રાજ્યકક્ષાના મંત્રી જ્યારે અમારા લોકલાડીલા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ બનવા બદલ મારા સહિત તાલુકા ભાજપ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આભારી છીએ અને જન આશીર્વાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા. આ જન આશીર્વાદ યાત્રામાં જિલ્લા પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક, જીલ્લા મહામંત્રી ધવલ ભાઈ દેસાઈ, નટવર સિંહ રાઠોડ,જશવંત સિંહ રાયજી ભાઈ પટેલ સહિત ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *