રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
આઝાદ કલબ ખાતે યોજાયેલી અંડર ૧૭ ચેચ ટુર્નામેન્ટ સ્પર્ધાનો શુભારંભ કરવામા આવ્યો. જેમાં ૮૦ જેટલા બાળ સ્પર્ધકોએ ચેચ ટુર્નામેન્ટનો લાભ લીધો સ્પર્ધામાં પ્રથમ પાંચ વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
કેશોદ આઝાદ સ્પોર્ટસ કલબ દ્વારા દર વર્ષે જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે બાળકોમાં રમત પ્રત્યે રૂચી વધે તેવા હેતુથી અંડર ૧૭ ચેચ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આલાઝ કલબના હોદેદારો શહેરના આગેવાનો આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી મહેમાનોના વરદ હસ્તે ચેચ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચેચ ટુર્નામેન્ટમાં સ્પર્ધામાં નિરિક્ષકોની દેખરેખ હેઠળ સાત રાઉન્ડ લેવાયા હતા. જેમાં પ્રથમ પાંચ વિજેતા સ્પર્ધકોને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે સવારે આઠ વાગ્યાથી ચાર વાગ્યા સુધી યોજાયેલા અંડર ૧૭ ચેચ ટુર્નામેન્ટ સ્પર્ધામાં બાળ સ્પર્ધકોએ ચેચ ટુર્નામેન્ટનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાવીરસિંહ જાડેજાએ કર્યુ હતુ.